Monday, March 9, 2026

“વિદ્યાર્થી અને શિક્ષકનો અજોડ નાતો “

Advertisement
Advertisement
Advertisement

“વિદ્યાર્થી અને શિક્ષકનો અજોડ નાતો “
પાંચ સપ્ટેમ્બર કે જે શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણે આપણા દેશના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિવસ પર તેના માનમાં ઉજવીએ છીએ.
આજના સ્પેશિયલ દિવસે હું તમને એક વાત કહેવા જઈ રહી છું ,એ કોઈ કાલ્પનિક નહીં ,પરંતુ વાસ્તવિક ઉદાહરણ છે. આપણે ક્યાંય સાંભળ્યું કે ન્યુઝમાં જોયું હશે .એક વિદ્યાર્થી તેના શિક્ષકને રેલવે સ્ટેશન પર ખૂબ જ દયા જનક અને અસહ્ય પીડાવાળી પરિસ્થિતિમાં જોવે છે ,ત્યારે વિદ્યાર્થીને ખૂબ જ દુઃખ થાય છે. અને તે શિક્ષકને ઓળખી જાય છે. તે વિદ્યાર્થી શિક્ષકને પોતાના ઘરે લઈ જાય છે અને તેના સ્કૂલના મિત્રને પણ જાણ કરી બધા સાથે મળીને શિક્ષકને આશરો આપી .તેનું જીવન નોર્મલ કરે છે.
આ હોય છે વિદ્યાર્થીઓને શિક્ષક પ્રત્યેનો આદર, લગાવ અને પ્રેમ શિક્ષક .જ્યારે શિક્ષક નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ નિભાવે છે અને વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન સાથે વાસ્તવિક દુનિયા નું જ્ઞાન આપી એક સફળ અને સારો નાગરિક બનાવે છે. પોતે જ્યાં હોય છે ત્યાં જ રહીને વિદ્યાર્થીઓને જીવનનું જ્ઞાન આપી દુનિયાના પડકાર માટે તૈયાર કરી નિષ્ફળતા અને સફળતા વચ્ચે ટકાવવાની શક્તિ આપી એક સફળ અને સારું વ્યક્તિ બનાવે છે.
એક ડોક્ટર બીજો ડોક્ટર ન બનાવી શકે, એક એન્જિનિયર બીજો એન્જિનિયર ન બનાવી શકે ,પરંતુ એક શિક્ષક હજારો ડોક્ટર ,વકીલ કે એન્જિનિયર બનાવી શકે છે .તે વિદ્યાર્થીમાં રહેલી આવડતને બહાર કાઢી સંપૂર્ણપણે વિશ્વાસ મૂકી તેને હિંમત આપી મંઝિલ સુધી પહોંચાડે છે . શિક્ષક ભલે કદાચ આર્થિક રીતે બહુ ન મેળવી શકે, પરંતુ શિક્ષકને વિદ્યાર્થીઓનો લગાવ, માન- સન્માન ,પ્રેમ મળે છે કે જે એના જીવનની શ્રેષ્ઠતા હોય છે.
વિદ્યાર્થી ક્યારેય પણ પોતાના શિક્ષકનું માર્ગદર્શન ,ઠપકો કે માર ભૂલતો નથી. તે ભલે તેના શિક્ષકની મસ્તી કરતો હોય કે લેક્ચરમાં તોફાન કરતો હોય ,પરંતુ શિક્ષક માટે તેને અનેરો લગાવ હોય છે .શિક્ષકને તેના માતા- પિતાની જેમ સન્માન આપતો હોય છે .આમ વિદ્યાર્થીઓ અને” શિક્ષકની એક તીખી -મીઠી અને યાદગાર સફર હોય છે”. તેઓનો નાતો દિલનો હોય છે.

“શિક્ષક કભી સાધારણ નહી હોતા હે”

લેખિકા -મિતલ બગથરીયા

Related Articles

Total Website visit

1,595,143

TRENDING NOW