Monday, March 9, 2026

વાસુકી સિમેન્ટ પ્લાન્ટ ને મંજૂરી આપવામાં આવી છે ? કે પછી આપીજ દેવામાં આવી છે સળગતો સવાલ…?

Advertisement
Advertisement
Advertisement

વાસુકી સિમેન્ટ પ્લાન્ટ ને મંજૂરી આપવામાં આવી છે ? કે પછી આપીજ દેવામાં આવી છે સળગતો સવાલ…?

હાલ ભારતમાં વસતી વધારા સાથે પર્યાવરણ મુખ્ય સમસ્યા બનતી જાય છે , ચાઇના જેવા દેશો અમુક પોલ્યુશન વાળા ઉદ્યોગ માટે ચોક્કસ વિસ્તાર નક્કી કરે છે થોડા વર્ષો પહેલા ચીન દ્વારા ત્યાંની પેપર મિલ ને બંધ કરી અન્ય નક્કી કરેલ. જગ્યા પણ ખસેડવા નિર્ણય કરેલ જ્યારે ગુજરાતમાં બિલાડીના ટોપ જેમ કોઈ જ નીતિનિયમ વિના આડેધડ પેપર મિલો નાખી દેવામાં આવી છે જેના પ્લાસ્ટિક વેસ્ટ ના ઢગલા ના અનેક વિડિઓ વાયરલ થયા હતા

મોરબી જિલ્લો આમ તો ઉદ્યોગ સાથે જોડાયેલ જીલ્લામાં માંથી એક છે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણ માં હાઈ રિસ્ક પ્રદૂષણ વાળા ઉદ્યોગ આવેલા છે થોડા વર્ષો પહેલા કોલગેસ ને કારણે પ્રદૂષણ ના ભરડા માં હતો

હાલ મોરબીમાં માળિયા તાલુકાના વર્ષામેડી ગામ ખાતે સર્વે નં ૧૩૧ ,૧૩૨,૧૩૩ માં વાસુકી સિમેન્ટ પ્લાન્ટ પા. લિ. નામથી સિમેન્ટ કંપની આવી રહી છે, જેનું કામ પણ હાલ ચાલી રહ્યું છે
ગુજરાતમાં રાજુલા કોડીનાર,
કચ્છ જેવા જિલ્લાઓમાં સિમેન્ટ કંપની ને લીધે ત્યાંની સ્થાનિક પરિસ્થિતઓ પર અનેક અસર થઈ છે જેમાં તાજેતરમાં જ રાજુલા માં સિમેન્ટ કંપનીની મનમાની સામે ધારાસભ્યે સિમેન્ટ કંપનીને લઈ સરકારમાં અમારા થી ઉપર કોઈ જ નથી તેવો વીડિયો વાયરલ થયો હતો

આ વાસુકી સિમેન્ટ કંપની દ્વારા શરૂવાતમાં ૨૦૨૩ માં ફકત રેડી મિક્સ પ્લાન્ટ ની મંજૂરી માંગી હતી જે પણ GPCB દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી પછી આ મંજૂરી આપવામાં આવી

હાલ વાસુકી સિમેન્ટ કંપની દ્વારા સિમેન્ટ માટે મંજૂરી માંગતા સરકાર શ્રી દ્વારા EC ની જોગવાઈ મુજબ EC લેવાનું ફરજિયાત હોય જેથી GPCB ની અધ્યક્ષતામાં પબ્લિક સુનાવણી થઈ જેમાં અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હોવાની ચર્ચા જગજાહેર થઈ પણ બાદ સલામત થઈ ગયું

એવી પણ અનેક રજૂવતો થઈ કે વાસુકી સિમેન્ટ કંપની વાળા એ બાજુમાં આવેલ ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરેલ જે અંગે ની તપાસનો હજી આજ દિન સુધી શું થયું તેનો ખ્યાલ નથી
આને આ જગ્યા CRZ ની બિલકુલ નજીક હોવાથી દરિયાઈ વિસ્તાર ને અસર થશે કે કેમ તેની પણ અનેક ચર્ચા થઈ રહી છે
સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ મુજબ EC મેળવતા પહેલા જગ્યા ઉપર કોઈ જ બાંધકામ હોવું જોઈએ નહીં અને હાલ વાસુકી સિમેન્ટ પ્લાન્ટ નું EC નિર્ણય અર્થે હોઈ એવી ચર્ચા છે

હાલ ભારતમાં રોજગાર સાથે તંદુરસ્તી પણ ખુબજ જરૂરી છે મોરબીમાં આરોગ્યની IDSP શાખા ના સર્વે મુજબ સિલિકોસિસ નામની બીમારીના દર્દીઓ ની સંખ્યા વધી રહી હોવાના પણ અહેવાલ છે જેથી મોરબી નો એક પર્યાવરણ પ્રેમી વર્ગ આ બાબતે હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની પેરવીમાં હોઈ એવું પણ જાણવા મળ્યું છે આવનાર દિવસો માં શું થશે એ જોવાનું રહ્યું જેનો અંક આવતા દિવસો માં પ્રકાશિત કરશું

Related Articles

Total Website visit

1,595,127

TRENDING NOW