વાંકાનેરમાથી બે ઈકો કારની ચોરી કરનાર એક રાજસ્થાની ઇસમની ચોરાવ કાર સાથે ધરપકડ: એકની શોધખોળ
મોરબી: વાંકાનેર શહેરમાંથી બે ઈકો કારની ચોરી કરનાર એક રાજસ્થાની શખ્સની ચોરાવ ગાડી સાથે એક ઈસમની વાંકાનેર સીટી પોલીસે ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મોરબી પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા, તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની બે ઈક્કો કાર ચોરીનો ભેદ ઉકેલવા તેમજ ચોર મુદામાલ પકડી પાડવા કડક સુચના કરેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ્પેકટર છ તથા સર્વેલન્સ ટીમ, તથા પોલીસ ટીમ કામગીરી માટે પ્રત્યનશીલ હોય, દરમ્યાન સર્વેલન્સ સ્ટાફનાનાઓ એ સંયુક્તમા ટેકનીકલ સોર્સનો અભ્યાસ કરી તેમજ સોસીયલ મીડીયા તેમજ હ્યુમન સોર્સથી
વાંકાનેરમાંથી સમયાંતરે જુદી જુદી બે ઇકો કારની ચોરી કરવામાં આવી હતી જેમાં ઇકો કાર નંબર GJ-36-R-6911જેની કિં રૂ. ૪,૦૦,૦૦૦ તેમજ GJ-36-F-1053 જેની કિં. રૂ. ૩,૦૦,૦૦૦ મળીને કુલ સાત લાખની કિંમતની જુદી જુદી બે ઇકો કારની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન હાલમાં બંને કાર સાથે પોલીસે મૂળ રાજસ્થાનના મલવા ગામનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના હસનપર નાલા પાસે નવા બની રહેલા કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા નિમ્બારામ હરુંરામ ભાખલા જાતે જાત (ઉં.વ.૨૦)ને પોલીસે પકડી પાડયો છે અને તેની પાસેથી બંને ચોરવ ગાડીઓ કબજે કરવામાં આવી છે વધુમાં તેની પાસેથી રાજસ્થાનના ચીબી તાલુકો ગીડાના રહેવાસી ઓમપ્રકાશ ભૂરારામ જાણીનુ નામ ખુલતા તેને પકડવા માટે શોધખોળ શરૂ કરી છે.