વાંકાનેરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયો
વાંકાનેર: વાંકાનેર મિલપ્લોટ મચ્છીપીઠ પાસે વર્લી ફીચરના આંકડા લખી/લખાવી જુગાર રમતા બે ઈસમને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર મિલપ્લોટ મચ્છીપીઠ પાસે આરોપીઓએ જાહેરમાં વર્લીફીચરના નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી/લખાવી આરોપી રવિભાઈ રહે. સુરેન્દ્રનગરવાળા પાસે કપાત કરાવી એકબીજા સાથે મેળાપીપણુ કરી જુગાર રમી રમતા જુગાર સાહિત્ય વર્લીફીચરના આંકડા લખેલ ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/ તથા રોકડ રૂ.૩૭૮૦/ મળી કુલ રૂ.૮૭૮૦/- ના મુદામાલ સાથે આરોપી સીંકદરભાઈ હાસમભાઈ કટીયા (ઉ.વ.૨૫) , રહે. મોરબી મિલપ્લોટ મચ્છીપીઠ તથા નરેશભાઈ પ્રેમજીભાઈ બાવરીયા (ઉ.વ.૩૭) રહે. મોરબી મિલપ્લોટ બબલચાલી જી. મોરબીવાળાને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા છે જ્યારે આરોપી રવિભાઈ રહે. સુરેન્દ્રનગરવાળો હાજર નહીં મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





