વાંકાનેર શહેરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આરોગ્યનગર શેરી નં-૫માં રહેતાં અલ્પેશભાઈ વ્રજલાલ કડીવાર (ઉં.વ.૩૫) નામના યુવાને ગઈકાલે તા. ૩૦નાં રોજ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.