વાંકાનેરમાં રહેતી પરિણીતાને પતિ સહિતના સાસરીયાઓએ ત્રાસ આપી ગાળો આપી મારકૂટ કરી માર મારી ગાળો આપતા હોવાની મોરબી મહિલા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેરની ગોકુલનગર સોસાયટીમાં રહેતા હેતલબેન ચૌહાણ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ મુકેશભાઈ મગનભાઈ ચૌહાણ, મગનભાઈ જીવણભાઈ ચૌહાણ વિરૂધ ફરિયાદ નોંધાવી છે કે, આરોપી નાની નાની બાબતોમાં ઝધડાઓ કરી ગાળો આપી મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ ગત તા.૩૦-૧૧-૨૦૨૧ ના રોજ હેતલબેન તથા તેના દીકરા સર્ગને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી ઈજાઓ પહોચાડી હતી. જે બાબતની ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.