Monday, May 5, 2025

વાંકાનેરમાં અમરસર ફાટક નજીકથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં અમરસર ફાટક નજીકથી બાઇકની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી: વાંકાનેરમાં અમરસર ફાટક નજીકથી ચોરી થયેલા બાઇકને સિટી પોલીસની ટીમે પોકેટ કોપની મદદથી શોધી કાઢી બાઇકની ચોરી કરનાર ગેરેજવાળા શખ્સને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવા, તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મોટરસાઈકલ ચોરીનો ભેદ ઉકેલવા તેમજ ચોર મુદામાલ પકડી પાડવા કડક સુચના કરેલ હોય. જેથી ટેકનીકલ સોર્સનો અભ્યાસ કરી તેમજ હ્યુમન સોર્સથી તેમજ પોકેટ કોપનો ઉપયોગ કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.૨.નં-૯૪૬/૨૨ આઈ.પી.સી કલમ-૩૭૯ ના કામે એક હીરો કંપનીનુ સ્પેન્ડર મૉટરસાઈકલ રજી.નંબર- GJ-36-A-1855 જેના ચેસીસ નંબર MBLHA10BWFHG17404 જેની કિંમત આશરે રૂ.૨૦,૦૦૦/-વાળાની અમરસર ફાટક પાસેથી ચોરી થયેલ હોય જે અનડીટેક્ટ ગુન્હો તેમજ ઈ-એફ.આઈ.આર ને ગણતરીની કલાકોમા શોધી કાઢવામા વાંકાનેર સીટી પોલીસ ને સફળતા મળેલ છે.

બાઇકની ચોરી કરનાર આકીબભાઈ આબીદભાઈ કડીવાર (ઉ.વ.૨૨) રહે. પીપડીયારાજ નવી મસ્જીદ પાસે તા.વાંકાનેરવાળાને ઝડપી પાડી બાઇક કબ્જે કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,766

TRENDING NOW