મોરબી: વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૫ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામનાં પાટીયા નજીક આરોપી ભરતભાઈ દામજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૨ રહે. રાધીકા પાર્ક મોરબી રોડ) ને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૫ (કિં.રૂ. ૧૮૭૫) સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.