Monday, May 5, 2025

વાંકાનેરના રાતાવિરડા ગામે સરપંચ સાથે ફરતા હોવાનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના રાતાવિરડા ગામે સરપંચ સાથે ફરતા હોવાનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે સરપંચ સાથે ફરતા હોવાનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનારની પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા ફુલીબેન સંઘાભાઈ ઉકેડીયા (ઉ.વ.૪૨)‌એ આરોપી હીરાભાઇ ભીમાભાઇ કુણપરા, જોની નાનજીભાઇ કુણપરા, સંજય મનસુખભાઇ કુણપરા, સવશી જાદુભાઇ કુણપરા રહે.બધા રાતાવીરડા તા.વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૫-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદીના પતિ રાતાવીરડા ગામના સરપંચ સાથે ફરતા હોઇ જેનું મનદુઃખ રાખી આ કામના આરોપીઓ લાકડાના ધોકા લઇ ફરીયાદીના પતિની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશી ફરીયાદી તથા સાહેદ કૈલાશબેન તથા ફરીયાદીના પતિ સાહેદ સંઘાભાઇને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનારની પત્ની ફુલીબેને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ. ૩૨૩,૪૪૭,૫૦૪,૧૧૪ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW