
વાંકાનેરના ધીયાવડ ગામે ઇગ્લીંશ દારૂની હેરફેર કરતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પાંચેય ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી અટક કરવામાં આવેલ હતા.

આ ગુનાના અટક કરેલ સાવજસિંહ વાસુરભાઇ કામળીયા (રહે. હાલ. રાજકોટ, ખોડીયારનગર મુળ રહે. સાવરકુંડલા જી. અમરેલી) હાર્દિકસિંહ ઉર્ફે હારદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (રહે. હાલ રાજકોટ, ખોડીયારનગર મુળ.ગામ ઘીયાવડ તા.વાંકાનેર), રવી ઉર્ફે અમીત ગુણાભાઇ નાજાભાઇ કુકડીયા કોળી (રહે, ગાંભડી તા.સાયલા જી.સુરેન્દ્રનગર), રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ મેરૂભા ઝાલા (રહે. ઘીયાવડ, તા.વાંકાનેર), ભાવેશભાઇ ઉર્ફે ભાવો નાથાભાઇ સવશીભાઇ બાવળીયા (રહે. ઢીંકવાળી, તા. સાયલા જી. સુરેન્દ્રનગર), પાંચેય પાસા તળે જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે.

