વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠ ખાતે દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આયોજિત શાંતિ યજ્ઞમાં ઉપસ્થિત સૌ કોઈ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના નિરામય દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી તથા અહીંની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફૂડ પેકેટનું વિતરણ કરીને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.








આ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને મોદી સરકાર દ્વારા મળેલા લાભો બદલ પ્રધાનમંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
એસ.એમ. ઇન્ચાર્જ
વાંકાનેર શહેર ભાજપ
હિમાંશુભાઈ ગેડિયા





