Thursday, March 19, 2026

વાંકાનેરના અગાભી પીપળીયામાં લેન્ડગ્રેબિંગ હેઠળ નોંધાયેલ ફરીયાદમા આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકા ના અગાભી પીપળીયા મા આવેલ સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર કબજો કરેલ હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મા ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ ( લેન્ડ ગ્રેબીંગ ) બનાવમાં થયેલ ફરીયાદમાં આરોપીઓની રેગ્યુલર જામીન અરજી મંજુર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા અધિનીયમ ( લેન્ડ ગ્રેબીંગ ) કલમ 3, 4(3), 5(ગ) તથા ઈ.પી.કો. કલમ 114 હેઠળ ફરીયાદ નોધાયેલ હતી, આ કામનાં આરોપીઓ જીતુભા ભરતસિંહ જાડેજા, મનજીભાઈ રાયમલભાઈ તથા કમાભાઈ દેવશીભાઈની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ. ગરચર રોકાયેલા હતા અને તેને ધારદાર દલીલ કરેલ હોય તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને રેગ્યુલર જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો હકમ કરેલ છે.આરોપી તરફે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કાનજી એમ.ગરચર રોકાયેલ હતાં.

Related Articles

Total Website visit

1,598,084

TRENDING NOW