Sunday, May 4, 2025

વાંકાનેર:અપહરણ તથા પોક્સો કેસના આરોપી તથા ભોગબનનારને અમરેલીથી પકડી લેવાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર:અપહરણ તથા પોક્સો કેસના આરોપી તથા ભોગબનનારને અમરેલીથી પકડી લેવાયા

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે અપહરણ અને પોકસોની કલમ હેઠળ ગુનાના કેસના આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે અમરેલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે ભોગ બનનારને પણ તેની સાથેથી ઝડપી લેવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગત તા. ૨૮/૦૬ના રોજ ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીરવયની દીકરીનું લગ્નની લાલચે બદકામ કરવાના ઇરાદે આરોપી રાહુલ ખીમાભાઇ સરવૈયા અપહરણ કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનાની ગંભીરતા સમજી આરોપી તથા ભોગ બનનારને પકડી પાડવા અલગ અલગ ટીમ બનાવી શોધખોળ ચલાવી રહ્યા હતા દરમ્યાન પીએસઆઇ એલ.એ.ભરગાને ખાનગીરાહે હકીકત મળેલ કે ભોગબનનાર તથા આરોપી હાલ અમરેલી ખાતે હોવાની જાણ થયેલ જેથી બાતમી મુજબના સ્થળે સ્ટાફ સાથે તપાસ કરતા અમરેલી ખાતેથી ભોગબનાર તથા આરોપી રાહુલ ખીમજીભાઇ સરવૈયા ઉવ.૧૮ રહે.શેખરડી તા. વાંકાનેરને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે આરોપી તથા ભોગ બનનારને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW