Monday, August 10, 2026

વાંકાનેર હાઇવે પર ટ્રક એ હડફેટે લેતા આધેડનું મોત.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર હાઇવે પર ટ્રક એ હડફેટે લેતા આધેડનું મોત.

મોરબી ના પાવનપાર્ક માં રહેતા આધેડ પાનેલી ખાતે જઈ રહ્યા હોઈ ત્યારે લાળપર નજીક ટ્રક દ્વારા હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આધેડનું મોત નિપજ્યું હતું.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાવનપાર્કમા રહેતા મુકેશભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ સ્કૂટી લઈને પાનેલી તરફ તાવો ખાવા માટે જતા હતા ત્યારે લાલપર નજીક હોનેસ્ટ હોટલ પાસે ટ્રક નંબર આરજે – 19 – GH – 8117ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મુકેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેમના પુત્ર યસ મુકેશભાઈ ચૌહાણે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,624,952

TRENDING NOW