વાંકાનેર સ્ટેશન રોડ પરથી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા.
વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે બાઈક અને દેશી દારૂ સહિતનો મુદામાલ કબજે લીધો છે તો અન્ય બે આરોપીના નામો ખુલતા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પરથી બાઈક જીજે ૩૬ એજી ૩૭૬૫ માં સવાર આરોપી હસન રફીક રફાઈ અને સોહિલ મહેબુબ કટિયા એમ બે ઇસમોને ઝડપી લઈને તલાશી લેતા આરોપીઓ પાસેથી ૩૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ અને બાઈક સહીત કુલ રૂ ૨૨,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય આરોપીઓ રહીમ રાયધન મોવર અને સિકંદર રાયધન મોવર રહે બંને વિસીપરા વાંકાનેર વાળાના નામ ખુલતા આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે





