Monday, June 22, 2026

વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા.

વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જાહેરમાં બે પત્તાપ્રેમીઓ જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે.ઉપરાંત તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન સીટી સ્ટેશન રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ઈકબાલશાં મહમદશાં શેખ અને અલીઅસગરભાઈ ઓસમાણભાઈ શેખને રોકડા રૂપિયા 710 તેમજ 10 હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લીધા હતા જયારે દરોડા દરમિયાન આરોપી ગફુરભાઈ મુસલમાન નાસી જતા ત્રણેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી ગફુરને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,608,987

TRENDING NOW