Thursday, March 12, 2026

વાંકાનેર સીટી પોલીસ ટીમે થાન ચોકડી પાસેથી ચોરીના બાઈક સાથે આરોપીને દબોચી લીધો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસ ટીમે થાન ચોકડી પાસેથી ચોરીના બાઈક સાથે આરોપીને ઝડપી લીધો હતો અને વાંકાનેર સીટી પોલીસ મથકમાંથી ચોરી થયેલ બાઈક ઉપરાંત અન્ય બે બાઈક રીકવર કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન થાન ચોકડી પાસે શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઇસમ નીકળતા આરોપીને રોકી બાઈક નં.GJ03-FS-4743માં સવાર કાળુભાઈ ઉર્ફે રાજુ રવજીભાઈ શાપરા રહે ગુંદાખડા તા વાંકાનેર વાળો હોવાનું ખુલ્યું હતું અને બાઈક અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આતો ના હોય જેથી ઈ ગુજ્કોપમાં સર્ચ કરતા બાઈક માલિક ભુપતભાઈ વનાણી હોવાનું ખુલ્યું હતું અને બાઈક વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું.

જેથી આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા બે દિવસ પૂર્વે માટેલ ગામ પાસેથી બાઈક નં.GJ10-BH-5181 વાળું ચોરી કર્યું હતું અને અન્ય બાઈક મોરબીના ટીમ્બાવાળી મેલડી મંદિર પાસેથી ચોરી થયું હતું જે મોરબીના રવિ અગેચણીયા (રહે કબીર ટેકરી)નું હોવાનું ખુલતા ચોરી થયેલ ત્રણ બાઈક કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

આ કામગીરીમાં વાંકાનેર સીટી ઇન્ચાર્જ પીઆઈ બી ડી જાડેજાની ટીમના જી પી ટાપરીયા, હરપાલસિંહ પરમાર, શક્તિસિંહ જાડેજા, અરવિંદભાઈ મકવાણા અને પ્રતિપાલસિંહ વાળા સહિતની ટીમ જોડાયેલ હતી

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW