Wednesday, March 11, 2026

વાંકાનેર: લુણસરીયા ફાટક નજીક ઈંગ્લીશ દારૂની બોટલોથી ભરેલ કાર સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધીક્ષક રાધીકા ભારાઇ તથા પોલીસ ઇન્સપેકટર બી.જી સરવૈયાના માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સપેકટર બી.ડી જાડેજા તથા એ.એસ.આઈ હીરાભાઇ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો.કોન્સ. કુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા નાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસો મીલ્કત વિરૂધ્ધ ગુન્હા બનતા અટકે તે સારૂ પેટ્રોલીંગ/નાઇટ રાઉન્ડમાં હોય તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલાને બાતમી બાતમી મળેલ કે થાન રોડ ઉપરથી વાંકાનેર તરફ લુણસરીયા ફાટકથી એક વેગેનઆર કાર નં જી.જે ૨૭ કે ૪૬૧૯ વાળી કાર ઈંગ્લીશદારૂનો જથ્થો લઈ આવવામા છે જે બાતમીના આધારે સદર જગ્યા તાત્કાલીક પોલીસ સ્ટાફ સાથે પહોંચતા ઉપરોકત હકીકત વાળી કાર (ગાડી) નિકળતા તેમાથી ભારતિય બનાવટ પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ હરીયાણા લખેલ ૭૫૦ મી.લીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૯૬ કીરૂ ૩૬૦૦૦/- તથા વેગેનઆર કાર નં જી.જે ૨૭ કે ૪૬૧૯ કી.રૂ.૧૦૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧,૩૬૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી મનસુખભાઈ બાબુભાઈ વાઘેલા (રહે.સોમાસર તા.મુળી જી.સુરેન્દ્રનગર) તથા ગણપતભાઈ મોહનભાઈ વાઘેલા રહે.સોમાસર તા.મુળી જી.સુરેન્દ્રનગર) પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨),૮૧ મુજબ ગુનો રજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,305

TRENDING NOW