વાંકાનેર: યુવકને બે શખ્સોએ ઝેરી વસ્તુ ખવડાવી બે ભાન કરી યુવાન પાસેથી 2.98 લાખના મતામાલની કરી ચોરી
વાંકાનેર: વાંકાનેર બાઉન્ટ્રી થી વાંકાનેર તરફ આવતા રોડ પર બે અજાણ્યા ચોર ઈસમોએ યુવકને ઝેરી વસ્તુ નાખી કાંઈક ખવડાવી/પીવડાવી બે ભાન કરી યુવાન પાસેથી રૂ.૨ લાખ ૯૮ હજારના મતામાલની ચોરી કરી લઇ ગયા હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં નવા ૮૦ ફુટ રોડ ઉમીયા ટાઉનશિપની પાછળ રણજીતનગરમા રહેતા નાગરાજભાઈ ચંદ્રકાંતભાઈ મકવાણા (ઉ.વ.૩૩) એ આરોપી બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨-૦૯-૨૦૨૩ ના રોજ અજાણ્યા આરોપીઓએ નાસ્તા કે ઠંડાપીણામાં કાંઇક ઝેરી વસ્તુ નાખી ફરીયાદીને ખવડાવી/પીવડાવી બેભાન કરી ને ફરીયાદીના ખીસ્સામાં રહેલ રૂ.૩,૦૦૦/- તથા હાથમાં પહેરેલ સોનાની વીંટી ૬.૯૯૦ ગ્રામ કીં.રૂ.૩૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કીં.રૂ.૧૫,૦૦૦/- તથા મારૂતી સુઝુકી ઇકો કાર રજીસ્ટર નં.-GJ-13-AM-1636 જેની કીં.રૂ.૨,૫૦,૦૦૦/- વાળી ચોરી કરી લઇ જઇ ગયા હોવાથી ભોગ બનનાર નાગરાજભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯,૩૨૮,૧૧૪, મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





