વાંકાનેર: પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજપરિવારના મહારાણા રાજસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી ઝાલાનુ ગઇકાલે તા. 03/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમની અંતિમ યાત્રા આજે તારીખ 04/04/2021 ને રવિવારના રોજ બપોરે 2 વાગ્યે વાંકાનેર રાજમહેલ રણજીતવિલાસ પેલેસ ખાતેથી નીકળશે.
વાંકાનેર મહારાણા દિગ્વિજયસિંહ ઝાલા બે વખત ધારાસભ્ય (1962-67, 1967-72) તરીકે, બે વખત સાસંદ સભ્ય (1980-84, 1984-89) તરીકે અને એક વખત કેન્દ્રીય પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી ચુક્યા છે. વાંકાનેરના મહારાજ તરીકે તેમની જનતામાં બહોળી લોકચાહનાના કારણે તેમના અવસાનથી વાંકાનેરની જનતામાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.