વાંકાનેર બાઉન્ડ્રી નજીક થી ટ્રકમાં ચોર ખાનામાં વિદેશી દારૂના જથ્થાની હેરફેર કરતા બે ઝડપાયા.
વાંકાનેર બાઉન્ડ્રી નજીક થી ટ્રકના ચોર ખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી લઈ આવતા પિતા પુત્રને મોરબી એલસીબી ટીમે પકડી પડ્યા છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને સયુકત બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી અશોક લેલન ટ્રક નંબર GJ-14-Z-6800 રાજકોટ તરફ આવનાર છે. જે ગાડીમાં ચોરખાનુ બનાવી તેમા ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી છે.
બાતમીને આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવતા ઉપરોકત ટ્રક લઈને પસાર થતા ટ્રક અટકાવી તલાસી લેતા આરોપી ગીરીશભાઇ રાજાભાઇ ઓડીયા અને નિલેશભાઇ ગીરીશભાઇ ઓડીયા, રહે. બન્ને રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી, તીરૂપતી પાર્ક પાસે અમૃતપાર્ક શેરી નં-4 વાળાના કબ્જામાંથી ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ મેકડોવેલ્સ નંબર વન બ્રાન્ડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ 90 કિંમત રૂપિયા 1,35,000, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-20 કિંમત રૂપિયા 31,000, રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10 કિંમત રૂપિયા 18,500, ડી.એસ.પી. બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10 કિંમત રૂ.13,500, રોયલ સ્ટગ ડીલક્ષ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-10 કિંમત રૂપિયા 18,5000 અને બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બે લીટરની ક્ષમતા વાળી બોટલો નંગ-8 કિંમત રૂપિયા 28,000નો જથ્થો મળી આવ્યો હતો.આ ઉપરાંત ટ્રકમાંથી વેસ્ટ કોટનની ગાંસડીઓ નંગ-72 કિંમત રૂપિયા 7,52,728 મળી આવી હતી. આ સાથે જ પોલીસે ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ અશોક લેલન ગાડી કિંમત રૂપિયા 5,00,000 , એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-2 કિમત રૂપિયા 10 હજાર અને રોકડા રૂપીયા 5 હજાર મળી મળી કુલ રૂપિયા 15,12,228નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.





