Thursday, June 18, 2026

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બે દેશી પીસ્તોલ અને 5 કાર્ટીઝ સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી બે દેશી પીસ્તોલ અને 5 કાર્ટીઝ સાથે એક ઈસમ ઝડપાયો

વાંકાનેર: વાંકાનેર બાઉન્ડ્રીએ નેશનલ હાઇવે રોડના ઓવરબ્રિજ નીચેથી બે દેશી પીસ્તોલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જીએ પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર બાઉન્ડ્રીએ નેશનલ હાઇવે રોડના ઓવરબ્રિજ નીચેથી આરોપી બબલુ કાલુસીંગ બનસીંગ વાસકેલ (ઉ.વ.૨૫) રહે.બીલકા કોલોની બારીયા ગ્રામ પંચાયત તા.ગંધવાની જી.ધાર રાજ્ય મધ્યપ્રદેશ વાળાને દેશી બનાવટની પિસ્તોલ નંગ-૨ કિં રૂ.૨૦,૦૦૦ તથા કાર્ટીઝ નંગ -૫ કિં રૂ.૫૦૦ મળી કુલ કિં રૂ.૨૦,૫૦૦ ના મુદામાલ સાથે મોરબી એસઓજી એ ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

Related Articles

Total Website visit

1,608,560

TRENDING NOW