Monday, June 22, 2026

વાંકાનેર પોલીસે ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપી પાડયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર પોલીસે ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપી પાડયા

વાંકાનેર તાલુકા પોલીસે ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતા બે ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે બે નાસી છૂટયા હતા. ત્યારે તેમને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી દીનેશભાઇ ભવાનભાઇ મકવાણા અને બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઇ ભાલીયાને રોકડ રૂપિયા 2700 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી 7,700ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન આરોપી ગડો પોપટભાઇ ભાલીયા અને ગોપાલ દેવશીભાઇ ભાલીયા નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Total Website visit

1,609,020

TRENDING NOW