વાંકાનેર ના રાતાવીરડા ગામે જુગાર રમતા ૨ ઝડપાયા,૫ નાશી ગયા.
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ભાગા ભાગી થઈ હતી ત્યારે પોલીસે બે જુગારી પકડાઈ ગયા હતા જ્યારે પાંચ જુગારી નાસી ગયા હતા.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમતા રસિક જીવણભાઈ ઉકેડીયા અને ભુપત રણછોડભાઈ રિબડીયા નામના બે શખ્સ ઝડપાઇ ગયા હતા. જ્યારે ગોપાલ નારૂભાઈ કોળી, દેવાભાઈ રામશીભાઈ કોળી, ગુડાભાઈ લાભુભાઈ કોળી, જગદીશ મોમભાઈ ભરવાડ અને અનિલ પરસોતમભાઈ કોળી નામના શખ્સો નાસી જતા પોલીસે સાતેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી રોકડા રૂપિયા 10,250 તેમજ 5 હજારની કિંમતના મોબાઈલ ફોન મળી 15,250નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.





