વાંકડિયા તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ 66 કેવી સબ સ્ટેશન નજીક અંદાજે 35 થી 40 વર્ષના એક અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવ્યો હોય, અત્યારે આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ માટે શરૂ કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં 66 કેવી સબ સ્ટેશન સામેથી અંદાજે 35થી 40 વર્ષના એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની ભાળ મેળવવા તપાસ શરૂ કરી છે.