વાંકાનેર ના ધર્મનગરમાં જુગાર રમતા 6 ઝડપાયા.
વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે પંચાસર રોડ પર આવેલ ધર્મનગરમાં રેડ કરી હતી ત્યારે જાહેરમાં છ જેટલા જુગારીઓ પત્તા ટીચી રહ્યા હોય ત્યારે પોલીસ દ્વારા તેમની અટકયાત કરવામાં આવી છે.
વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગરમા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે સ્થળ પરથી જુગાર રમતા આરોપી વશરામભાઇ નાજાભાઇ દેગડા, ભાવેશભાઇ દિનેશભાઇ મકવાણા, મંગલભાઇ રાજુભાઇ ગાંગડ, શૈલેશભાઇ જેસાભાઇ કોબેયા, મયુરભાઇ મગનભાઇ સોલંકી અને સુરેશભાઇ વશરામભાઇ દેગડાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 7500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





