વાંકાનેર ના ઢુંવા ગામે કારખાનામાં ઝેરી દવા પી જતા યુવકનું મોત.
વાંકાનેર ના ઢુંવા ગામ નજીક આવેલ એક ફેકટરીમાં કામ કરતા ચોટીલાનો યુવક ઝેરી દવા પી જતા મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસે આ અંગે હાલ કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ચોટીલા તાલુકાના પલાસળા ગામના ખુશાલ ચનાભાઈ છાગઠિયા ઉ.22 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





