Friday, May 2, 2025

વાંકાનેર: દૂધ ભરવાના કેનમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ભલગામ ગામના પાટીયા પાસેથી દુધ ભરવાના કેનમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઇસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડ્યો છે.

વાંકાનેર તાલુકા તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના પો.કોન્સ. હરીચન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે વાંકાનરે તાલુકાના ભલગામ ગામના પાટીયા પાસેથી આરોપી જીગ્નેશભાઇ ઉર્ફે જીગો ખેંગારભાઇ શરસીયા (રહે.રાજકોટ, મોરબી રોડ,જકાતનાકાની સામે, જય જવાન સોસાયટી) વાળો દુધ ભરવાના કેનની આડમાં ઇંગ્લીશ દારૂ મોટર સાયકલમાં હેરાફેરી કરતા પોલીસે ઝડપી લીધો હતો.

આરોપી પાસેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૧૨ (કી.રૂ.૩૬૦૦), મોબી વોડકા, ઓરેન્જ,૭૫૦ મીલીની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૭૨ (કિ.રૂ.૨૧૬૦૦) ની મળી કુલ બોટલ નંગ.૮૪ (કી.રૂ.રપર૦૦) ના ઇંગ્લીશ દારૂના ગેરકાયદેસરના જથ્થા સાથે તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપીયા ૫૭૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ઇસમ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે. તેમજ પકડાયેલ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરેલ છે.

આ કામગીરીમાં આર.પી.જાડેજા,પો.સબ.ઇન્સ. વાંકાનેર તાલુકા તથા પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા પો.કોન્સ.હરીશચન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા દર્શિતભાઇ વ્યાસ સહિત રોકાયેલ હતા.

Related Articles

Total Website visit

1,502,704

TRENDING NOW