વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામ દોસ્તી પાન સામે સ્કોર્પીયો કારે પાછળથી ઠોકર મારતાં બાઈક સવારને ઈજા પહોંચી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના ગાંગીયાવદરમાં રહેતા રમેશભાઇ મીઠાભાઈ ધરજીયા (ઉ.વ. ૪૨)એ સ્કોર્પિયો ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૦ના રોજ ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ફરીયાદી પોતાનું મોટરસાયકલ રજી નં- GJ-03-EG-0365 વાળું લઈને જતાં હતાં ત્યારે સ્કોર્પિયો કાર ચાલકે પાછળથી ઠોકર મારતાં મોટરસાયકલ રોડ પર પડી જતાં ફરીયાદીને ડાબા ખભામાં ફેક્ચર તથા હાથ પર ગંભીર ઇજા કરી તેમજ શરીરે નાની મોટી છાલછોલ જેવી સામાન્ય ઇજા પહોંચાડી સ્કોર્પિયો ચાલક નાશી છુટયો હતો. આ બનાવમાં ફરીયાદ આધારે પોલીસે આરોપી સ્કોર્પિયો ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા.