વાંકાનેર :- “આ રસ્તે ચાલવું નહીં” કહી પાઈપથી હુમલો.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ભાટિયા સોસાયટીમાં બ્રાહ્મણ ભોજનશાળા પાછળ રહેતા મોહનભાઇ માવજીભાઇ ગામોટ ગઈકાલે કણકોટ ગામે રેતીની ગાડી ખાલી કરાવવા માટે જગ્યા બતાવવા જતા હતા ત્યારે આરોપી યાકુબભાઇ હાજીભાઇ શેરસીયા રહે.કણકોટ વાળાએ મોહનભાઇને અટકાવી આ રસ્તેથી ચાલવું નહિ કહી, જેમ ફાવેતેમ ગાળો આપી માથાના તથા જમણા હાથના ભાગે લોખંડના પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.