વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પરણીતાએ ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે રહેતા નીરજબેન વીવેકકુમાર (ઉ.વ.૨૮) એ ગઈ કાલના રોજ સોમાણી કારખાનાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃત્યુ નોંધ કરી વાંકાનેર સીટી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.