Sunday, June 21, 2026

વંથલી તાલુકાના “કણઝા”ગામ ખાતે નવ નિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

Advertisement
Advertisement
Advertisement

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ‌ ના અથાગ પ્રયત્નો થકી આજે તમામ સુવિધાઓ ગ્રામ્ય સ્તરે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે જેના અનુસંધાને આજ રોજ વંથલી તાલુકાના “કણઝા”ગામ ખાતે નવ નિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું.આ થકી સરકાર શ્રી ની વિવિધ સહાયીક સેવાઓ ગ્રામ પંચાયત ખાતે મળી રહે છે.

આ તકે વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ શ્રી રમેશભાઈ ડાંગર, કણઝા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી જશુબેન હરસુખભાઈ ભડસાણ, ઉપ સરપંચ શ્રીમતી હંસાબેન ખીમજીભાઈ વાણવી, ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી વાલજીભાઇ તથા કણઝા ગ્રામ પંચાયત ના સૌ સદસ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો,તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિનેશભાઈ ‌વી ખટારીયા
ચેરમેન
શ્રી સાવજ જુનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી

Related Articles

Total Website visit

1,608,935

TRENDING NOW