લોહાણા સમાજના ઉદ્યોગપતિનુ આકસ્મિક અવસાન થતાં રઘુવંશી સમાજનું મહાસંમેલન મોકૂફ રખાયું
ગઈકાલે જીતુ સોમાણી દ્વારા યોજાયેલ સંમેલન માંથી પાછા આવતા સમયે લોહાણા સમાજના ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક રીતે દુઃખદ અવસાન થતાં ૩ જુલાઈના રોજ આયોજિત રઘુવંશી સમાજનું મહાસંમેલન મોકૂફ રખાયું
જીતુભાઈ સોમાણી ની આગેવાનીમાં મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજની કાર તથા બાઈક રેલી ઉપરાંત સમસ્ત લોહાણા સમાજ ના મહાસંમેલન આગામી ૩ જુલાઈના રોજ યોજવાનો હોય પરંતુ ગઈકાલે રાત્રે લોહાણા સમાજના ઉધોગપતિનું દુઃખદ અવસાન થતાં આ કાર્યક્રમ મોકૂફ રખાયો છે. ત્યારે સમગ્ર લોહાણા સમાજે સોક વ્યક્ત કર્યો છે. આગામી સમયમાં રઘુવંશી મહાસંમેલનની નવી તારીખ જાહેર કરવામા આવશે.