લાકડધાર ગામે પારકી જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ
મોરબી: વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે પારકી જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રવાપર રોડ પર આવેલ કામધેનુ એપાર્ટમેન્ટમાં સોમનાથ સોસાયટીમાં રહેતા સુનિલભાઈ અમરશીભાઈ પટેલે(ઉ.વ.૪૬) આરોપી કાનાભાઈ ભલાભાઈ સરવીયા રહે લાકડધાર તા. વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાવી છે કે સન -૨૦૦૫ થી આજસુધી ફરીયાદીની માલીકીની વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના સર્વે નં.૧૭૬ પૈ.૧ વાળી ૨૯૧૩૮ ચો.મી વાળી જમીન પૈકી ચો.મી ૩૪૪૦ મા જેટલી જમીન પચાવી પાડવાના આશયથી પોતાનો અનઅધિકૃત કબ્જો કરી વાવેતર કરી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી આજદીન સુધી ચાલુ રાખેલ છે. જેથી આ બનાવ અંગે સુનિલભાઈએ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદો ૨૦૨૦ની કલમ-૪(૧)(૩), ૫(ગ) મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





