લજાઈ ચોકડી નજીક યુવકને ધોકા વડે માર માર્યો.
ટંકારાના લજાઈ ચોકડી પર યુવકને બોલાવી ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોઈ. ત્યારે ભોગ બનનાર યુવકે આરોપી ત્રણ શખ્સો વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મુળ બંગાવડી ગામના રહેવાસી અને હાલ ટંકારા તાલુકા પંચાયત સામે રહેતા જીતેન્દ્રભાઈ કરશનભાઇ પડાયા (ઉ.વ.૩૫) એ આરોપી કૌશીકભાઈ રમણીકભાઇ જયસ્વાલ, વિશાલભાઈ જયસ્વાલ તથા દીવ્યરાજસિંહ ઝાલા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૮-૦૬-૨૦૨૩ ના રોજ સાંજના આઠ સાડા આઠ વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી કૌશીકભાઈએ ફરીયાદીને બાંધકામના રૂપીયા આરોપી વિશાલભાઈ પાસેથી લેવાના હોય જે બાબતે લજાઇ ચોકડી પર બોલાવી આરોપી કૌશીકભાઈનાએ માથાના ભાગે લાકડાના ધોકકા વડે એક ધા મારી તથા આરોપી વિશાલભાઈનાએ ડાબા પગના સાથળના ભાગે ધોકકાનો એક ધા મારી તથા આરોપી દિવ્યરાજસિંહનાએ ડાબા હાથમા ધોકકાનો એક ધા મારી મુંઢ ઇજા કરી તથા આરોપી વિશાલભાઈએ ફરીયાદીને ગાળો આપી જાતીપ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર જીતેન્દ્રભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





