ટંકારા તાલુકાના લજાઈ ગામે એટોપ કારખાનાની સામે ઝુપડપટ્ટીમાં ઓરડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશ અને હાલ ટંકારા તાલુકાના લજાઈ ગામે એટોપ વેફર્સ કારખાનાની સામે, મધુવન હોટલની બાજુમાં ઝુપડપટ્ટીમાં રહેતા પ્રદીપભાઇ બાબુભાઈ બારીયા (ઉ.વ.૩૦) ને ઝુપડપટ્ટીમાં ઓરડીમાં શોટ લાગતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.