લખપત તાલુકાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે અગ્રણીના એક દિવસનાં ધરણાં
લખપત તાલુકાના વિવિધ પ્રશ્નોને લઇ?એક દિવસ માટે મામલતદાર કચેરી સામે સામાજિક અગ્રણી પ્રવીણભાઇ ચાવડાએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો અને જૂના પ્રશ્નોનો પણ હજુ હલ ન થતાં તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
આ બાબતે અખબારી યાદીમાં પ્રવીણભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની નિમણૂક કરાતી નથી, તલાટી-શિક્ષકોની ઘટ ઘણા સમયથી?છે, વૃક્ષોનું છેદન થઇ રહ્યું છે, બેંકમાં પણ સ્ટાફ ઘટના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, તાલુકામાં મોટાભાગના રસ્તાઓની હાલત ખરાબ છે જેની ત્વરિત મરંમત કરાય, જમીન દબાણ દૂર થાય, દયાપર કોલેજનું કામ તાત્કાલિક થાય, સ્થાનિક ઉદ્યોગોમાં રોજગાર મળે તેવા પ્રશ્નોને લઇ?એક દિવસ ધરણાનો કાર્યક્રમ રખાયો છે.આ બાબતે મામલતદાર કચેરીમાં રજૂઆતો કરાયા પછી પણ જૂના પ્રશ્નોનો ઉકેલ નથી આવ્યો, વૃક્ષછેદન થયા પછી કોઇ?પગલાં ભરાયાં નથી ત્યારે આ ધરણાનો કાર્યક્રમ યોજવાની જરૂર પડી હોવાનું પણ જણાવ્યું હતું. જો કે, મોડીસાંજે મામલતદાર મનોજભાઇ પટેલે પારણાં કરાવ્યાં હતાં.





