રામચોક નજીક વાહન પાર્કિંગ બાબતે ઝગડો કરી જાન થી મારી નાખવાની ધમકી.
મોરબીના રામચોક નજીક આવેલ કોપ્લેક્સમાં વાહન પાર્ક કરવા મામલે ભવાની ખમણના સંચાલક સ્મિતાબેન સહિતના લોકોએ અહીં ઓફીસ ધરાવતા શ્વાતીબેનને વાહન પાર્કિંગ મામલે ઝઘડો કરી વાળ પકડી માર મારી ખમણ કાપવાની છરી બતાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સામે પક્ષે સ્મિતાબેને પણ વળતી ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રામચોકમાં આવેલ સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સમાં ઓફીસ ધરાવતા શ્વાતીબેન પીયૂષભાઈ અઘારા ગઈકાલે પોતાના નિત્યક્રમ મુજબ પોતાની ઓફિસે આવી કોમ્પ્લેક્સના નીચે પાર્કિંગમાં પોતાનું હીરો માઈસ્ટ્રો વાહન પાર્ક કરતા ભવાની ખમણ વાળા સ્મિતાબેન નવનીતભાઈ રૂપારેલીયા, નવનીતભાઈ બાબુલાલ રૂપારેલીયા, કરણ નવનીતભાઈ રૂપારેલીયા અને ધ્રુવ નામના શખ્શો એ કહ્યું હતું કે અહીં વાહન પાર્ક ન કરવુ અહીં અમારે ગ્રાહકોને બેસાડવા હોય કહી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારી સ્મિતાબેને ખમણ કાપવાની છરી બતાવી ત્રણેય પુરુષોએ શ્વાતીબેનને પકડી રાખી માર માર્યા બાદ જાનથી મારી નાખવા ધમકી આપતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.





