Monday, May 5, 2025

રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા આગામી તા.૮ મી ઓગસ્‍ટ-૨૦૨૧ના લેવાનાર છે ત્યારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, એન.કે.મુછાર દ્વારા પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા જાહેરનામુ બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર મોરબી ખાતે રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩ની જગ્યાઓ પર ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર (સો મીટર) ના વિસ્તારમાં તા.૦૮/૦૮/૨૦૨૧ રવિવારના રોજ પરીક્ષા સમય ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક સુધી ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવું નહીં તેમજ પરીક્ષા સ્થળે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ઘડીયાળ તેમજ કોઈપણ પ્રકારના ઈલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઈ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્ય કરવા પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે.

રાજય વેરા નિરીક્ષકની જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા મોરબી શ્રી એસ.વી.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, શ્રી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, કન્યા છાત્રાલય કેમ્પસ, નવયુગ વિદ્યાલય, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, સત્‍યમ વિદ્યાલય, કિશન પાર્ક, રાજનગર પંચાસર રોડ, ધી વી.સી.ટેક હાઇસ્કુલ, વી.સી.ફાટક પાસે, નિલકંઠ વિદ્યાલય, રવાપર રોડ, નિર્મળ વિદ્યાલય, શિવપાર્ક સોસાયટી, રવાપર કેનાલ રોડ, કિષ્‍ના સ્‍કૂલ, રવાપર ધુનડા રોડ, સાર્થક વિદ્યાલય, એલ.ઈ.કોલેજ રોડ, કેશર બાગ સામે, ઉમા વિદ્યા સંકલ, ઉમા ટાઉનશીપ, ધરમપુર રોડ, સર્કિટ હાઉસ પાસે, સેન્‍ટ મેરી સ્‍કુલ, નવલખી રોડ, મોરબી સહિતના સ્થાનો પર લેવામાં આવશે જ્યાં ઉપરોક્ત જાહેરનામાનું પાલન કરવાનું રહેશે.

Related Articles

Total Website visit

1,502,747

TRENDING NOW