Thursday, May 1, 2025

રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં 62 બોટલ બ્લડ એકત્ર થયું

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ માં 62 બોટલ બ્લડ એકત્ર થયું

બેંક ના 72 માં સ્થાપના દિવસે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન થયું હતું

આજરોજ હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા બેંક ના 72 માં સ્થાપના દિન નિમિતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પ માં 62 બોટલ બ્લડ ની એકત્ર કરવામાં આવી હતી જે સી.યુ.શાહ મેડિકલ એન્ડ હોસ્પિટલ બ્લડ બેન્ક ખાતે લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે ઉપયોગ માં લેવામાં આવશે ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પ માં સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા , દિપકદાસજી મહારાજ , જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી , અગ્રણી ઉદ્યોગપતિ જશુભાઇ પટેલ , બજરંગદળ ના ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર , જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાની , માર્કેટિંગ યાર્ડ ચેરમેન રજનીભાઇ સંઘાણી , બિપીનભાઈ દવે , ગોવિંદભાઈ ભરવાડ , અરજણભાઇ ભરવાડ , દાદાભાઈ ડાંગર , વલ્લભભાઈ પટેલ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ કેતનભાઇ દવે અને ટ્રસ્ટ તરફથી ખુબ જ સહકાર પ્રાપ્ત થયો હતો

આ કાર્યક્રમ ને સફળ બનાવવા રાજકોટ નાગરિક સહકારી બેંક ના મેનેજર પ્રશાંતભાઇ અઘેડા સહિત બેંક ના કર્મચારી અને શાખા વિકાસ સમિતિ ના સર્વે સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW