મોરબી: મોરબીના રવાપર રોડ પર દશમી મંજીલ પરથી ઝુલો ટુટી નીચે પડતાં શ્રમીકનુ મોત નિપજ્યું હતું. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ રામકો બંગલો સામે ઝુંપડામાં રહેતા પીરારામ અમરરામ જાટ (ઉ.વ.૩૧.મળ.રહે. રાજસ્થાન) રવાપર રોડ પર ઈડન ગાર્ડન એપાર્ટમેન્ટમાં દશમી મંજીલ પર પ્લાસ્ટરનું કામ કરતા હતા ત્યારે ઝુલો ટુટી જવાથી નીચે પડી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરી છે.