Tuesday, March 10, 2026

રંગપર ગામે સિરામિક કારખાનાની ડસ્ટ કલેક્ટની ટાંકી પરથી નીચે પટકાતા યુવકનુ મોત

Advertisement
Advertisement
Advertisement

રંગપર ગામે સિરામિક કારખાનાની ડસ્ટ કલેક્ટની ટાંકી પરથી નીચે પટકાતા યુવકનુ મોત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલા મહાદેવ મિનરલ કારખાનાના ગેઈટ પાસે એપ્રિકોન સીરામીક કારખાનાના ડસ્ટ કલેક્ટની ટાંકી પરથી નીચે પટકાતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ રંગપર ગામની સીમમાં આવેલા મહાદેવ મિનરલ કારખાનાના લેબર કવાટ્રસમા રહેતા સુનિલભાઈ રમેશભાઈ મેળા (ઉ.વ.૧૯) ગત તા ૨૨-૦૯-૨૦૨૨ ના રોજ એપ્રિકોન સીરામીક કારખાનાના ડસ્ટ કલેકટની સીડીથી ડસ્ટ કલેક્ટની ટાકી ઉપર રાત્રિના સમયે ચડતા તેની ટાકી ઉપરથી અક્સમાતે નીચે પડતા ટાકીના સપોર્ટ માટે રાખેલ આડી એંગલ ઉપર પડી તેના ઉપરથી નીચે પડતા જમણા પગમા તથા જમણા હાથમા તથા માથામા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,241

TRENDING NOW