Tuesday, May 6, 2025

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

યુવા શક્તિ ગ્રુપ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરવામાં આવી

મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબી ના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબી ની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે
ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર કપિલભાઈ દ્વારા બ્લડ બેંકમા બ્લડની જરૂરિયાત ની સાથે જન્માષ્ટમી પર્વ આવી રહ્યો હોવાથી સોર્ટેજ ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપ ના સભ્યો દ્વારા તાત્કાલિક ૨૫ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌ જેથી આ પર્વ નિમિત્તે પણ કોઈ દર્દી કે દર્દીના પરિજનો ને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ જન્માષ્ટમી પર્વ નિમિત્તે પણ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપ ની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે જે માટે ગ્રુપ ના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપ ના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,783

TRENDING NOW