Friday, May 2, 2025

યંગ ઈન્ડિયા ગ્રૂપ ના સભ્યને રાષ્ટ્રીય પરિષદ માં લાઈફ સેવિયર એવોર્ડ થી સન્માનિય કરવા માં આવ્યા

Advertisement
Advertisement
Advertisement

યંગ ઈન્ડિયા ગ્રૂપ ના સભ્યને રાષ્ટ્રીય પરિષદ માં લાઈફ સેવિયર એવોર્ડ થી સન્માનિય કરવા માં આવ્યા

ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે આર્યવર્ત લાઈફ સેવિયર સંસ્થા દ્વારા “પ્રયાસ” નામે થેલેસેમિયા અને રક્તદાનની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય પરિષદ યોજવા માં આવેલ હતું. જેમા દેશ ના ખૂણે ખૂણે થી રક્તદામ મુહિમ ચલાવનાર સંસ્થા ના લોકો એ હાજરી આપેલ હતી.
ઉપરોક્ત પરિષદ થેલેશેમિયા બીમારી ને કેમ અટકાવવી તેમજ રક્તદાન કરવા માટે શુ શુ તકલીફો પડી રહે છે. અને આ બાબતે કેમ સુધારો લાવી સકાય એ બાબતે ચર્ચા કરવા માં આવેલ હતી સમગ્ર દેશ માંથી કુલ ૮૧ સંસ્થાઓ એ આ પરિષદ માં ભાગ લીધેલ હતો. આ બાબતે ૧૦ મહાનુભવો ની ખાસ પેનલ બમાવેલ હતી જેઓ યોગ્ય નિરાકરણ લાવી શકે.
ઉપરોક્ત પરિષદ માં મોરબી ની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતાં યંગ ઈન્ડિયા ગ્રૂપ ની “લોહી માં છે માનવતા” મુહિમ માટે ગ્રૂપ ના સભ્ય દિલીપ દલસાણીયા ને વિશેષ લાઈફ સેવિયર એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા હતા.
આ તકે યંગ ઈન્ડિયા ગ્રૂપ ના મેન્ટર ડો. દેવેનભાઇ રબારી એ ગ્રૂપ ની રક્તદાન મુહિમ “લોહી માં છે માનવતા” માં જોડાઈ અને વખતો વખત રક્તદાન કરવા લોકો ને અનુરોધ કર્યો હતો..

Related Articles

Total Website visit

1,502,675

TRENDING NOW