મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા આગામી ૬ ડિસેમ્બરે ડો.બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસ નિમિત્તે ભવ્ય રેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.6/12/2021ના રોજ બાબાસાહેબ આંબેડકરજીનો પરીનિર્વાણ દિવસ હોય જેની ઉજવણી શ્રદ્ધાંજલિ રૂપે કરવા મોરબી સ્વયં સૈનિક દળ દ્વારા ભવ્ય રેલી તેમજ સભાનું આયોજન કરાયું છે. આ રેલીની શરૂઆત શાંતીવન સોસાયટી થી રોહીદાસપરા, રેલ્વેસ્ટેશન રોડ, અયોધ્યાપુરી રોડ, શનાળા રોડ થઇને ડો.બાબાસાહેબની પ્રતિમાને સલામી આપી સામા કાંઠે ભળીયાદ કાંટે આવેલી સમાજની વાડી ખાતે સભામાં પરિવર્તિત થશે. આ કાર્યક્રમમાં સર્વે લોકોને જોડાવા સ્વયં સૈનિક દળ દ્વારા અનુરોધ કરાયો છે.