મોરબીમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 30મીએ મહારેલી, પ્રતિમા અનાવરણ અને ડાયરાનુ આયોજન
મોરબી: રાષ્ટ્રભક્ત અજયભાઈ લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા 30મી ઓક્ટોબરને રવીવારના રોજ સાંજે ૪ કલાકે મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી મહારેલીનું આયોજન કરાયું છે. તદ ઉપરાંત સાંજે ૫ કલાકે નવા બસ સ્ટેન્ડ સામે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ અન્ય ક્રાંતિવિરોની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે. અને રાત્રે રવાપર-ધનુડા રોડ પર આવેલા રામેશ્વર ફાર્મમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો યોજાશે. જેમાં દેશ-વિદેશમાં પ્રખ્યાત કલાકાર કીર્તિદાન ગઢવી, ગીતાબેન રબારી અને નિલેશ ગઢવી રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈ લોકોને મંત્રમુગ્ધ કરશે.





