Friday, June 19, 2026

મોરબીમાં લુંટના બે બનાવ: બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં લુંટના બે બનાવ: બે વ્યક્તિ ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના જેતપર રોડ પર પરપ્રાંતીય યુવાન ઓમારામ જાટ પર છરી વડે હુમલો કરી અજાણ્યા ઈસમો દ્વારા રોકડ અને મોબાઈલની લુંટ ચલાવી હતિ. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બીજા બનાવમાં વિરાટનગર બસ સ્ટેશન નજીક પસાર થઈ રહેલા મોહિત સાહુ નામના યુવકને અજાણ્યા શખ્સ છરી બતાવી ઢીકાપાટુનો મારમારી પૈસા કઢાવવા પ્રયાસ કર્યો, ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વેન્ટો સીરામીકમાં ટાઇલ્સ ભરવા માટે આવેલ અને કામથી કારખાનામાંથી બહાર નીકળેલ ઓમારામ લુણારામ જાટ (ઉંમર ૩૫) રહે.જોધપુર (રાજસ્થાન) ઉપર ગત તા.૨૧ ના રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમે છરી વડે હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હોવાને જાણવા મળ્યું છે હાલ ઇજાગ્રસ્ત ઓમારામ જાટને મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

જ્યારે બીજો બનાવ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વિરાટનગરના બસ સ્ટેશનની પાસેથી પસાર થઈ રહેલા મોહિતભાઈ સાહુ (ઉંમર ૨૫) રહે.રંગપર તાલુકો જીલ્લો મોરબી નામના મજૂર યુવાનને અટકાવીને અજાણ્યા વ્યક્તિએ છરી બતાવી માર માર્યો હતો અને તેને ઇજા પહોંચેલી હોય મયુરભાઈ પટેલ નામની વ્યક્તિએ ઇજાગ્રસ્ત મોહિતભાઈ સાહુને સારવારમાં સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે ખસેડ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,727

TRENDING NOW