મોરબી મચ્છી પીઠ ઈદ મસ્જીદ પાછળ રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો છે.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના મચ્છી પીઠ ઈદ મસ્જીદ પાછળ રહેતા નિજામભાઈ જુસબભાઈ કટિયા (ઉ.૨૪) ના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ-૨૭ કીમત રૂ.૧૨૫૦૦ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા કબજે કરી આરોપી નિજામની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.