મહાન ચિંતક, યુવાનોના આદર્શ યુગ પુરૂષ શ્રી સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની આજે યુવા આર્મી ગ્રુપ મોરબી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના દરબાર ગઢ નજીક સ્થિત સ્વામીજીની પ્રતિમાની સફાઈ કરી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર કરીને ઉજવણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવા આર્મી ગ્રુપ દ્વારા મોરબીમાં 24 કલાક રક્તની જરૂરિયાત પુરી પાડવામાં આવે છે. આ સિવાય પણ અનેક સેવાકિય પ્રવૃતિઓ કરવામા આવતી હોય છે. ત્યારે આજે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.





