Sunday, March 15, 2026

મોરબીમાં મકાનની દિવાલ બાબતે પાડોશી વચ્ચે બબાલ, સામ સામે ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મહેન્દ્રનગર નજીક આઇ.ટી.આઇ.ની પાસે મકાનની દિવાલ બાબતે બે પાડોશીઓ વચ્ચે બબાલ થઇ હતી અને બન્ને પાડોશીઓએ સામ સામે હુમલો કર્યાની એકબીજા વિરુદ્ધ મોરબી વબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી-ર માં આવેલ મહેન્દ્રનગરમાં રહેતા નવીનભાઇ મીઠાભાઇ મકવાણા (ઉવ-૩૭) એ તેમના પાડોશમાં રહેતા વિનોદભાઇ નાનજીભાઇ ચાવડા, ચિરાગભાઇ નાનજીભાઇ ચાવડા, રમીલાબેન નાનજીભાઇ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા.૨૮ ના રોજ બપોરના દોઢ-બે વાગ્યાની આસપાસે મહેન્દ્રનગર આઇ.ટી.આઇ.ની સામે નવીનભાઇ મીઠાભાઇના રહેણાક મકાનની બહાર શેરીમા ફરીયાદી તથા આરોપીના મકાનની દિવાલ બાબતે આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને મુંઢમાર મારી તથા છુટા પથ્થરનો ઘા કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપીને પાવડાનો લાકડાના હાથા વડે મુંઢ ઇજાઓ પહોચાડી હતી.

બીજી બાજુ રમીલાબેન નાનજીભાઇ ચાવડા (ઉવ-૪૬. રહે. મહેન્દ્રનગર) એ આરોપીઓ નવીનભાઇ મીઠાભાઇ મકવાણા, સવિતાબેન નવીનભાઇ મકવાણા સામે વળતી ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદી તથા આરોપીઓના મકાનની દિવાલ બાબતે સાહેદો સમજાવવા જતા આરોપીઓએ સાહેદોને ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને લાકડી વડે સાહેદને મારવા જતા ફરીયાદી આડા પડતા ફરીયાદીને ગાલ પર તથા જમણા હાથના બાવળા પર મુંઢ ઇજાઓ તથા સાહેદોને ઢીકાપાટુ વડે મારમારી મુંઢ ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,323

TRENDING NOW